પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને આરોપી યશ દિલીપભાઈ જાદવ (રહે.મોરબી આનંદનગર, કંડલા બાયપાસ) વાળો લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપરહણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાની માતાએ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.