ટંકારાના વીરવાવ ગામમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી તસ્કરો રૂ.27.30 લાખની કિંમતની 155 સોલાર પેનલ ઉઠાવી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પોલીસે તસ્કરોની ભાળ મેળવવાની કવાયત શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના પુષ્કરધામ રોડ પરના વ્રજવાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓનિક્સ સ્ટ્રેક્ચર પ્રા. લિ.માં નોકરી કરતા ખીલનભાઇ હરેશભાઇ સાવલીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, કોઈ અજાણ્યા આરોપીઓએ તેમની ઓનીક્સ સ્ટ્રેકચર પ્રા.લીમીટેડ કંપનીના સોલાર પાવર પ્લાટની રૂ.૨૭,૩૦,૭૨૮/-ની કિંમતની કુલ ૧૫૫ પેનલોની તેમના વિરવાવ ગામે આવેલ વિક્રમસિંહ ચંદુભા જાડેજાના ખુલ્લા પ્લોટમા પ્રવેશ કરી ચોરી કરી કોઈ અજાણ્યા વાહનમા ભરી લઈ ગયા છે. જે સમગ્ર મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.