Friday, April 26, 2024
HomeGujaratટંકારા : સજનપર ગામે વાડીમાં ધમધમતું જુગારધારા ઝડપાયું, ૧૧ ઝબ્બે

ટંકારા : સજનપર ગામે વાડીમાં ધમધમતું જુગારધારા ઝડપાયું, ૧૧ ઝબ્બે

રોકડા રૂ. ૭૦,૪૦૦ /- , મોબાઈલ ફોન નંગ ૦૯, મોટરસાયકલ નંગ ૦૫ મળી કુલ ૧૮૮૪૦૦/- ના મુદ્દામાલ સાથે ૧૧ ઈસમોને ઝડપી પાડતી ટંકારા પોલીસ

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન આરોપી સજનપર (ઘુ.) ગામે આરોપી ધનજીભાઈ દેવરાજભાઈ ગોરીયા (રહે સજનપર) વાળો પોતાની વાડી બહારથી માણસો બોલાવી જુગાર રમવાનાં સાધન સગવડ પુરા જુગાર રમી રમાડતો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતાં ધનજીભાઈ દેવરાજભાઈ ગોરીયા, કિશોરભાઈ મોહનભાઈ મકવાણા, દિપકભાઈ નરશીભાઈ ભીસડીયા, મનસુખભાઈ પ્રભુભાઈ કારેલીયા, કાંતિલાલભાઈ નારણભાઈ ભેસદડીયા, મહેશભાઈ રમેશભાઈ ગોરીયા, મહેશભાઈ ધનજીભાઈ સુરેલા, દિપકભાઈ દેવરાજભાઈ ફીસડીયા, અશોકભાઈ ધનજીભાઈ સુરેલા, દિનેશભાઈ શીવાભાઈ દેસાઈ અને ધીરૂભાઈ ધનાભાઈ સાબરીયા (રહે. તમામ સજનપર તા. ટંકારા જી.મોરબી) વાળાઓને રોકડા રૂ. ૭૦,૪૦૦/-, મોટરસાયકલ નંગ ૦૫ કિં.રૂ.૧૦૦૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૯ કિં.રૂ.૧૮૦૦૦/- મળી કુલ રૂ.૧૮૮૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!