Tuesday, May 19, 2026
HomeGujaratવાંકાનેર સીટી પોલીસના NDPS ગુનામાં ફરાર આરોપી મોરબી SOG ટીમના હાથે ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસના NDPS ગુનામાં ફરાર આરોપી મોરબી SOG ટીમના હાથે ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS ગુનામાં પકડાવાનો બાકી રહેલો આરોપી મોરબી SOG ટીમે ઝડપી પાડ્યો છે. મોરબી એસ.ઓ.જી. ને મળેલી બાતમીના આધારે આરોપી સોહિલ પઠાણને શોધી કાઢવામાં આવ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. તેમજ મોરબી જિલ્લા એસ.પી. દ્વારા જિલ્લામાં નાસતા ફરતા અને પકડવા પરના બાકી આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોરબી એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન SOG ટીમને ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બી-પાર્ટ ગુનો રજીસ્ટર નંબર 0353/2026 માં NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2-A) અને 29 હેઠળ પકડાવાનો બાકી રહેલો આરોપી મોરબી વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા અને શોધખોળ દરમિયાન પોલીસે આરોપી સોહિલભાઈ અનવરભાઈ પઠાણને ઝડપી પાડ્યો હતો. આરોપી મોરબીના વાવડી રોડ પર ગોકુલ પાર્ટી પ્લોટ સામેની શેરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!