Tuesday, April 23, 2024
HomeNewsTankaraમોરબી ના ટંકારા ના દક્ષિણ માં મેઘરાજાનું ધમાકેદાર આગમન , ડેમી ૦૨...

મોરબી ના ટંકારા ના દક્ષિણ માં મેઘરાજાનું ધમાકેદાર આગમન , ડેમી ૦૨ ડેમ ભરાઈ જતાં સાત ગામોને અલર્ટ કરવામા આવ્યા

જયેશ ભટાસણા   ટંકારા : ટંકારા ના દક્ષિણ વિભાગમાં મિતાણા અને આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં મિતાણા,નેકનામ, છતર ,હમીરપર, હરીપર, હરબટીયાળી,સાવડી, સરાયા, ઓટાળા,નેસડા, રોહીશાળા સહિત ના ગામોમાં વરસાદી માહોલ જામતા નદી નાળાઓ છલકાઈ ગયા છે ટંકારા થી આથમણી ને દક્ષિણે આવેલા ગામડા મા સાંજે મેધાવી માહોલ સર્જાયો છે સાથે જ ખેતરોમાં પાણી ભરાયા છે

- Advertisement -
- Advertisement -

ટંકારાના મિતાણા પાસે આવેલ ડેમી-1 ડેમની ઉપરવાસમાં પાણીની આવક થતાં સાત ગામને સેક્શન અધિકારી દ્વારા અલર્ટ કરાયા હતા ટંકારાનો ડેમ 90 ટકા જેટલો ભરાઈ જતા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની સ્થિતિ હોવાથી ડેમના સેક્શન અધિકારી ડી.જી. કોરડીયા દ્વારા ડેમના હેઠવાસના ગામો જેવા કે મિતાણા, હરિપર, ભૂતકોટડા, હરબટીયાળી, ટંકારા, ધ્રુવનગર અને રાજાવડ ગામને એલર્ટ જાહેર કરાયા છે સાથે જ લોકોને પણ ડેમ નજીક ન આવવા સૂચના આપી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!