Monday, November 18, 2024
HomeGujaratટંકારા : “તું મારા વિરુદ્ધ કેમ બધે વાતો કરતો ફરે છે” કહી...

ટંકારા : “તું મારા વિરુદ્ધ કેમ બધે વાતો કરતો ફરે છે” કહી એક શખ્સે યુવાનને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરીયાદ નોંધાઈ

મારામારીના આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દીલીપભાઇ રામજીભાઇ ભાગીયા (ઉ.વ.૩૬, ધંધો-ખેતી, રહે. પ્રભુનગર-મીતાણા, તા.ટંકારા) એ આરોપી જયદીપ બાબુભાઇ બસીયા (રહે. પ્રભુનગર-મીતાણા, તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ ના રોજ રાત્રીના આશરે પોણા અગ્યારથી અગ્યારેક વાગ્યાની વચ્ચે મીતાણા નેકનામ રોડ પર આવેલ ઇશ્વરીકૃપા હોટલ પાસે આરોપીએ ફરીયાદીને “તું કેમ મારા વીરુધ્ધ બધે વાતો કરતો ફરે છે” તેમ કહી ફરીયાદીને ગાળો આપી લાફાઓ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને બડીકા વડે વાસામા માર માર્યો હતો. ટંકારા પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!