Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીના ફડસર ગામે ૨૧ બોટલ દારૂ સાથે આરોપી પકડાયો

મોરબીના ફડસર ગામે ૨૧ બોટલ દારૂ સાથે આરોપી પકડાયો

મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા આરોપીના મકાનમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી 21 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ફડસર ગામે પ્રાથમીક શાળા સામે રહેતો આરોપી નાગાજણભાઇ ઉર્ફે નાગરાજ રામભાઇ બાળા (ઉ.વ. ૨૭)એ ગેરકાયદે વેચાણ કરવાના ઇરાદે પોતાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો સતાંડયો હોવાની જાણ થતા પોલીસે રેઇડ પાડી હતી આ દરમીયાન મકાનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની મેકડોવેલ્સ-૦૧ સુપીરીયલ વ્હીસ્કીની ૨૧ બોટલ નો જથ્થો કુલ રૂ.૭૮૭૫ નો મુદામાલ પકડાયો હતો જેને લઈને પોલીસે આરોપી નાગાજણને ઝડપી લઈ તેનું ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!