Sunday, April 28, 2024
HomeGujaratડૉક્ટર દંપતી દ્વારા વતનમાં મેડિકલ-કેમ્પનું આયોજન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરાઇ

ડૉક્ટર દંપતી દ્વારા વતનમાં મેડિકલ-કેમ્પનું આયોજન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરાઇ

મોરબીના સમાજ સેવિકા એવા ડૉ.જ્યોતિબેન ડૉ.નીતિનભાઈ મહેતા, હાલ પુના રહે છે, તેમનું મૂળ વતન મોરબી છે આથી આ ડૉક્ટર દંપતીએ મેડિકલ-કેમ્પનું આયોજન કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના લીલાપર નીલકમલ સોસાયટીના હનુમાનજી-મંદિર ખાતે આ ડૉક્ટર દંપતીએ કૅમ્પનું આયોજન કર્યું હતું. આ કૅમ્પનો ૧૪૦જેટલા દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં ડૉ.હસ્તીબેન મહેતાના એક દિવસીય કૅમ્પમાં ૧૪૦દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી તેમજ 35જેટલા લોકોનું ફ્રી બ્લડ-સુગર ટેસ્ટ તેમજ ૪૦દર્દીનું બીપી માપવામાં ઓમ લેબ સહદેવસિંહ ઝાલાના સહયોગથી કરવામાં આવ્યું હતું આ કૅમ્પને સફળ બનાવવામાં દિનેશભાઇ ચૌહાણ, નવીનભાઈ પરમાર, ભંખોડિયભાઈ, ચંદ્રલેખાબેન મહેતા, રશ્મિનભાઈ દેસાઈ, કૌશિકાબેન રાવલ, ઋચિતા પંડ્યા સહિતનાએ ભારે જહેમત ઉઠાવેલ

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!