મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જે. એમ. આલની સુચનાથી નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના મળતા મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન સ્ટાફનાં પરેશભાઈ પરમાર અને ધર્મેન્દ્રભાઈ વાધડીયાએ બાતમીના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનાં મારામારીનાં ગુનામાં છેલ્લા ૩ માસથી નાસતા ફરતા આરોપી જયદીપ ઉર્ફે લાલો જીલુંભાઈ ગોગરા (ઉ.વ.૧૯) રહે. બોરીચાવાસ, લીલાપર રોડ, મોરબી હાલ કોયલી) વાળાને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં મોરબી એસઓજી એએસઆઈ કિશોરભાઈ મકવાણા, પો.હેડ.કોન્સ. રસિકભાઈ કડીવાર તથા પરેશભાઈ પરમાર,પો.કોન્સ. રમેશભાઈ રબારી તથા ધર્મેન્દ્રભાઈ વાધડીયા સહિતનાઓ રોકાયેલા હતાં.