Friday, April 19, 2024
HomeGujaratમોરબીના નીચી માંડલ ગામે મકાનમાંથી દાગીના સહિત પોણા પાંચ લાખ રૂપિયા ઉપરાંતના...

મોરબીના નીચી માંડલ ગામે મકાનમાંથી દાગીના સહિત પોણા પાંચ લાખ રૂપિયા ઉપરાંતના મુદામલાની ચોરી

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નવા પ્લોટ વિસ્તારમા આવેલ રહેણાક મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા અને દાગીના સહિત રૂપિયા પોણા પાંચ લાખ ઉપરાંતની ચોરી કરી ગયા હતા. જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર નીચી માંડલ ગામેં રહેતા ધીરૂભાઇ તેજાભાઇ થરેસા નામના ખેડૂત યુવાનના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. અજાણ્યાં ઈસમોએ રૂમ માં પ્રવેશ કરી લોખંડના કબાટમા શુટકેસમા રાખેલ રોકડા રૂપિયા ૪,૦૦,૦૦૦ તથા બે સોનાની વીટી કિ રૂપિયા-૧૫,૦૦૦ અને તથા પગના બે જોડી ચાદીના સાકળા તેમજ સોનાનો સાડા ત્રણ તોલાનો હાર કિ રૂપિયા-૭૫,૦૦૦ સહિત રૂપિયા-૪,૯૭,૫૦૦ ના મુદામાલાની ચોરી કરી લઈ ગયા હતા. આ મામલે ધીરુ ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યાં ઇસમોનું પગેરું મેળવવા કાર્યવાહી આરંભી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!