Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબી વિધાનસભાની ચૂંટણી ખાસ નિમાયેલા માટે ઓબઝર્વરના મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યા

મોરબી વિધાનસભાની ચૂંટણી ખાસ નિમાયેલા માટે ઓબઝર્વરના મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યા

મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણી અર્થે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ઓબઝર્વરની નિમણૂંક કરવામાં આવતી હોય છે. આ અનુસંધાન ૬૫- મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબઝર્વર તરીકે ડૉ. હરીઓમ, IAS ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓના મો. ૯૩૨૭૭ ૯૦૨૯૯ પર કોઇપણ વ્યક્તિ મળીને ચૂંટણી સંદર્ભે પોતાની રજૂઆત કરી શકે છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સરકીટ હાઉસના મિટિંગ હોલ ખાતે દરરોજ બપોરે ૧-૦૦ થી ૨-૦ વાગ્યા સુધી મળી શકાશે

૬૫- મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબઝર્વર ડૉ. હરીઓમ, (IAS) ના લાયઝન અધિકારી તરીકે મોરબી જિલ્લા આયોજન અધિકારીશ્રી બગીયાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓના મોબાઇલ ૯૯૨૪૫ ૨૮૯૫૫ છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તા. ૧૬-૧૦-૨૦૨૦ થી ઓબઝર્વર ડૉ. હરીઓમ (IAS) (મો. ૯૩૨૭૭ ૯૦૨૯૯)ને મોરબી સરકીટ હાઉસના મિટિંગ હોલ ખાતે બપોરે ૧-૦૦ થી ૨-૦ વાગ્યા સુધી મળી શકાશે. આ સમય સિવાય કોઇને પણ મળવાનું થાય તો મોરબી વિધાનસભાની ચૂંટણી માટે નિયુક્ત ઓબઝર્વર ડૉ. હરીઓમ, IAS ના લાયઝન અધિકારી મોરબી જિલ્લા આયોજન અધિકારીશ્રી બગીયા (મો. ૯૯૨૪૫ ૨૮૯૫૫)નો સંપર્ક કરવાનો રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!