Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર નજીક બાઈક ચાલકે રીક્ષાની સાઈડ કાપતા રીક્ષા ચાલકે માર માર્યો

વાંકાનેર નજીક બાઈક ચાલકે રીક્ષાની સાઈડ કાપતા રીક્ષા ચાલકે માર માર્યો

વાંકાનેરના માટેલ રોડ પરથી પસાર થતી રીક્ષાની સાઈડ કાપતા બાઈક ચાલક યુવાનને રીક્ષા ચાલકે પાઇપ વડે માર માર્યા નો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના અમરધામ નજીક આવેલ ખોડીયાર ચેમ્બર પાસેથી બાઈક લઈ નીકળેલ ગોપાલભાઇ જીવાભાઇ ડાભી (ઉ.વ. ૨૧રહે. નવાઢુવા તા.વાંકાનેર જી.મોરબી)એ વીજય દીનેશ વીજવાડીયા (રહે. માટેલ તા.વાંકાનેર જી.મોરબી)ની રીક્ષાની સાઇડ કાપી બાઈક વાળતા આરોપીની રીક્ષા સ્પીડમા હોય આરોપીને રીક્ષાની બ્રેક મારવી પડી હતી જે બાબતે સારુ નહી લાગતા રીક્ષા ચાલક આરોપીએ ગોપાલભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી પાઇપ વડે હુમલો કરતા માથામા દશથી બાર ટાંકા લેવાની નોબત આવી હતી આ બનાવ અંગે ગોપાલભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!