Wednesday, April 17, 2024
HomeGujaratમોરબીનાં વાઘપરા વિસ્તારમાં દુકાનમાંથી વ્હીસ્કીની 3 બોટલો સાથે દુકાનદાર પકડાયો

મોરબીનાં વાઘપરા વિસ્તારમાં દુકાનમાંથી વ્હીસ્કીની 3 બોટલો સાથે દુકાનદાર પકડાયો

મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાઘપરાના નાકે ગુરૂકૃપા શોપીંગ સેન્ટરમાં આવેલ ગુરૂકૃપા નામની દુકાનમાં રેઇડ કરીને આ દુકાનમાંથી સ્કોચ વ્હીસ્કી કંપનીની સીલ પેક કાચની બોટલો નંગ-૩ (કિં.રૂ. ૪૭૭૦) ના મુદ્દામાલ સાથે આરોપી દુકાનદાર વિશ્વાસ ઉર્ફે કબીર જીતેન્દ્રભાઇ કુવરીયા (ઉ.વ.૨૦, રહે. વાવડીરોડ, કબીરધામ આશ્રમ સામે, કબીરપાર્ક, શ્રી રામનિવાસ, મોરબી) ને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!