Friday, April 19, 2024
HomeGujaratજીવ બચાવવા જતા ટ્રક ચાલક ને ત્રણ શખ્સો એ માર માર્યો

જીવ બચાવવા જતા ટ્રક ચાલક ને ત્રણ શખ્સો એ માર માર્યો

મોરબી માં ટ્રક દ્વારા અકસ્માત ના બનાવો વધી રહ્યા છે પરંતુ ક્યારેક આવા કિસ્સામાં પાડા ના વાંકે પખાલી ને ડામ જેવી સ્થિતિ સર્જાતી હોય છે .એવી જ રીતે મોરબી માં એક ટ્રક ચાલકે બાઇક સવાર નો જીવ બચાવવા બ્રેક મારી અને ટ્રક ચાલક ને ત્રણ શખ્સો એ ઉશ્કેરાઈ જઇ ને બેફામ મૂંઢ માર માર્યો હતો .

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી ના જેતપર રોડ પર આવેલ આરકોટ સીરામીક પાસે એક બાઇક સવાર જઇ રહ્યો હતો અચાનક તેનું બાઇક નં. GJ 05 KM 7391 સ્લીપ થતા ચાલક રોડ પર ફસડાયો હતો પાછળ આવતા ટ્રક નં. RJ 02 GB 2792 ના ડ્રાઈવર એ ટ્રક ની આગળ ફસડાઈ પડેલ બાઇક સવાર નો જીવ બચાવવા બ્રેક મારવાની ફરજ પડી હતી જેથી તેને બ્રેક મારતા ટ્રક બાઇક સુધી પહોંચી ને ઉભો રહી ગયો હતો આ બાબતે ઉશ્કેરાયેલા બાઇક સવાર સંજય જશમતભાઈ પટેલ અને બીજા બે શખ્સો એ ટ્રક ચાલક અજરૂદીન સુમરત ખાન ને લાકડા ના ધોકા અને હેલ્મેટ વડે બેફામ માર મારી અને ભૂંડાબોલી ગાળો આપી હતી.

જે બાબતે મોરબી તાલુકા પોલીસ એ ટ્રક દ્રાઈવર ની ફરિયાદ નોંધી આરોપીઓ ને ઝડપી લેવા સહિત ની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!