Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના ઘૂંટુ ગામે ગળેફાંસો ખાઇ લેતાં મહિલાને સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ

મોરબીના ઘૂંટુ ગામે ગળેફાંસો ખાઇ લેતાં મહિલાને સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામે હરિઓમ પાર્ક વિસ્તારમાં રહેતા વિજયાબેન દિનેશભાઈ સુવારીયા (ઉ.વ.૪૩) નામની મહિલાએ તેના ઘરે ગઈકાલે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેણીને સારવારમાં સામેકાંઠે આવેલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે વિજયાબેનને રાજકોટ ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વિજયાબેનનો લગ્નગાળો ૨૦ વર્ષનો છે હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે. બનાવની વધુ તપાસ મહિલા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરા ચલાવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં વિજયાબેન માનસિક અસ્વસ્થ હોય અને તેમની તે બાબતે સારવાર ચાલુ હતી તે દરમિયાનમાં તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!