Saturday, April 27, 2024
HomeGujaratમાળીયા (મી.)ના નવા દેવગઢ ગામે ખેતરમાંથી ૧૬ મણ કપાસની ચોરી

માળીયા (મી.)ના નવા દેવગઢ ગામે ખેતરમાંથી ૧૬ મણ કપાસની ચોરી

બનાવની માળીયા (મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.)ના નવા દેવગઢ (જાજાસર) ગામે રહેતા ખેડૂત રવાભાઇ બાલાભાઇ બાલસરા (ઉ.વ.૮૦) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૬ ના રોજ રાત્રીના સમયે નવા દેવગઢની સીમમા આવેલ વાવડીના માર્ગ ઉપર આવેલ ફરીયાદીના ખેતરમાં અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી ખેતરમાં રાખેલ કપાસની ગાસણીઓ આશરે ૧૬ મણ કપાસ (કિં.રૂ.૧૭,૬૦૦/-) ની ચોરી કરી ગયા હતા. માળીયા પોલીસે ખેડૂતની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!