Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેરની ભાટીયા સોસાયટીમાં કડકડતી ઠંડી વચ્ચે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ત્રણ...

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં કડકડતી ઠંડી વચ્ચે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સ્ટ્રીટ લાઈટને અંજવાળે જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગયો હતો જ્યાં જુગાર રમતા ત્રણ જુગરીઓને 14 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જલારામ મંદીર પાસે ખુલ્લી શેરીમાં સ્ટ્રીટ લાઈટ અંજવાળે જુગાર રમતા ઉપેન્દ્રભાઈ ભરતભાઈ દક્ષીણી (ઉ.વ.૪૧ રહે. જીનપરા શેરી નંબર-૫ વાંકાનેર જી મોરબી), નીરવભાઈ અનીલભાઈ કવૈયા (ઉ.વ.૧૯ રહે. ભાટીયા સોસાયટી શેરી નંબર-૨ વાંકાનેર જી મોરબી) અને વિજયભાઈ હસમુખભાઈ દેત્રોજા (ઉ.વ૪૦ રહે. ભાટીયા સોસાયટીને ઝડપી લીધા હતા. વાંકાનેર સીટી પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂ.૧૪૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!