મોરબી નજીક આવેલ સિરામિક એકમના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતી વેળાએ આગ લાગતા શ્રમિક પરિવારના ત્રણ બાળકો દાઝી જતા પ્રાથમિક સારવાર વાંકાનેર ખાતે આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બંધુનગર નજીક આવેલ ફોરમ ટાઈલ્સ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતી વેળાએ આગ લાગી હોય જે આગમાં કરુણ મોહન પંડિત (ઉ.વ.૦૭), શકુંતલા બામોદર પંડિત (ઉ.વ.૧૫) અને અનુની બામોદર પંડિત (ઉ.વ.૦૫) એમ ત્રણ બાળકો ગંભીર રીતે દાઝી જતા વાંકાનેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે