Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેરમાં અલગ અલગ ત્રણ સ્થળેથી વર્લી ફિચરનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેરમાં અલગ અલગ ત્રણ સ્થળેથી વર્લી ફિચરનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેરના અલગ અલગ ત્રણ સ્થળેથી જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા જેમાં પહેલા બનાવમાં શાહબાવા દરગાહ રામચોક પાસેથી હસન હનીફ કુરેશી (ઉ.વ.૨૨, રહે વાંકાનેર કુંભારપરા મેઈન રોડ) વાળાને જાહેર માં વર્લી ફિચરનો જુગાર રમતા ઝડપી પાડીને તેની પાસેથી રોકડ રૂ.૧૦,૧૦૦/- જપ્ત કરેલ છે, બીજા બનાવમાં પોલીસે વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ પાસેથી આરોપી જાવીદ મહમદ કુરેશી (ઉ.વ.૨૮, રહે સિપાઈ શેરી વાંકાનેર) વાળાને જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા ઝડપી પાડીને તેની પાસેથી રોકડ રકમ રૂ. ૭૦૦/- જપ્ત કરી છે જયારે ત્રીજા બનાવમાં પોલીસે વાંકાનેર સરકારી હોસ્પિટલ પાસેથી આરોપી રાજેશ રમેશભાઈ વોરા (રહે વાંકાનેર આંબેડકરનગર) વાળાને જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા ઝડપી પાડીને તેની પાસેથી રોકડ રકમ રૂ. ૩૮૦/- જપ્ત કરવામાં આવી છે. વાંકાનેર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!