Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીના વજેપર ખાતેથી 41 બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા

મોરબીના વજેપર ખાતેથી 41 બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા

મોરબીના વજેપર ખાતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને 41 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

વજેપર ગામના ઝાંપા સામે ઓકળાના કાંઠે ત્રણ ઈસમો ઈંગ્લીસ દારુ વેચાણ કરવાના ઈરાદે દારૂનો જથ્થો સંતાડયો હોવાની પોલિસને જાણ થઈ હતી જેને લઈને પોલીસ સ્ટાફ તાત્કાલિક બાતમી સ્થળે દોડી ગયો હતો.જ્યાં રેઇડ દરમિયાન ગીરીશભાઈ હીતેશભાઈ રાણવાડીયા (ઉ.વ.૨૦ રહે.વજેપર ગામના ઝાંપા પાસે મોરબી), મેઘરાજસિંહ ભરતસિંહ ઝાલા (ઉ.વ.૨૧ રહે.વજેપર શેરી નં.૧૬ મોરબી અને કિશનભાઈ મનુભાઈ લાંબા (ઉ.વ.૨૦ રહે.વજેપર શેરી નં.૧૫ મોરબી)નામના ત્રણેય શખ્સોએ વેચાણ અર્થે રાખેલ મેકડોલ્સ નં.૧ નંગ -૪૧ કિ.રૂ .૧૨૩૦૦ નો જથ્થો ઝડપાતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણેય બુટલેગરને ઝડપી લીધા હતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!