આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના મકનસર ગામ પાસે આવેલ રીકોન સીરામીક કારખાનાના મજૂર કવાર્ટરમાં રહીને મજૂરી કામ રવિભાઈ ગણેશભાઈ અહીરવારનો સાત વર્ષીય પુત્ર રાહુલ મકનસર ગામ પાસે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડની પાછળના ભાગમાં શીતળા માતાજીના મંદિર પાસે પાણી ભરેલી ખાણમાં ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ થતા હતભાગી બાળકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે ખસેડયો હતો અને ફરજ પરના પેનલ ડોક્ટર દ્વારા તેનું પીએમ કરવામાં આવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું મોત થયું હોવાનું સામે આવતા મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.