મોરબીના રફાળેશ્વર નજીક આવેલ કેપ્સન સિરામિકમાં રહીને મજુરી કામ કરતા સુબેદારભાઈ જગલાલભાઈ પાસવાનએ આરોપી ટ્રાવેલ્સ નં. યુપી-૭૮-સીટી-૮૫૩૨નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ગત તા. ૨૬નાં રોજ પોતાની ટ્રાવેલ્સ પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવીને લાલપર ગામ નજીક ટ્રાવેલ્સમાં બેઠેલ ફરિયાદી સુબેદારભાઈના ગામના ભીમકુમારને માથામાં ઈજા પહોચાડી હતી તથા અન્ય પેસેન્જર રમેશભાઈ પાસવાનને મોઢાના ભાગે દાઢીમાં ફેકચર તથા ડોકની નીચે ઈજા પહોચાડી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.