મોરબી તાલુકા ના જાંબુડિયા ગામે સહયોગ કારખાના માં મજૂરી કરતા રમેશ ભાઈ ડામોર નો પુત્ર શિવમ (ઉ.વ.1) સવાર ના સમયે રમતો હતો તે દરમિયાન કોઈ કારણોસર કારખાના ની પાળી પર થી પડી જતા સારવાર માટે મોરબી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન શિવમ નું મોત નીપજ્યું હતું .બનાવ ની અકસ્માતે નોંધ કરી આગળ ની તપાસ હેડ કોન્સ્ટેબલ એ.એલ.પરમાર ચલાવી રહ્યા છે.
જ્યારે બીજા બનાવ માં તાલુકા ના થોરડા ગામે અજિતભાઈ પટેલ ની વાડી માં રહી ને મજૂરી કામ કરતા સંગીતાબેન મુકેશભાઇ ઘાબરા એ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં 3 દિવસ ની ટૂંકી સારવાર બાદ મોત નિપજતા એ.એસ.આઈ એન.જે.ખડીયા એ બનાવ ની નોંધ કરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.મૃતક નો લગ્નગાળો 1 વરસ નો અને બનાવ આત્મહત્યા નો હોવાથી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવશે.