વાંકાનેર: વાંકાનેરમાં કારખાનામાં તે નોકરીમાંથી કઢાવ્યો હોવાનું કહી બે શખ્સો યુવાન ઉપર તૂટી પડ્યા અને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
વાંકાનેર સીટી પો.સ્ટે.માં ફરિયાદી પ્રહલાદભાઇ નરભેરામભાઇ ચારોલા ઉ.વ.૪૦ ધંધો પ્રા.નોકરી રહે.ભાટીયા સોસાયટી રાજગોર સમાજની વાડી પાછળ વાંકાનેરવાળાએ આરોપીઓ સંજયભાઇ નાજાભાઇ મુધવા રહે વાંકાનેર અમરનાથ સોસાયટી, પીન્ટુભાઇ અજાભાઇ સરૈયા રહે હસનપર તા.વાંકાનેરવાળા સામે ફરિયાદ નોંધાવેલ કે,હેમ પેઇન્ટ કારખાનાથી થાન ચોકડી તરફ થાન રોડ પર આરોપીએ ફરીયાદીને કહેલ કે, તેજ મને હેમ પેઇન્ટ કારખાનામા નોકરીમાંથી કઢાવેલ છે. તેમ કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ લાકડાના ધોકા વતી ફરીયાદીને બન્ને પગે તથા બન્ને હાથે તેમજ શરીરે મૂઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.