Saturday, April 20, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેર માંથી વ્હિસ્કીની બોટલો સાથે બે ઝડપાયા

મોરબી અને વાંકાનેર માંથી વ્હિસ્કીની બોટલો સાથે બે ઝડપાયા

વાંકાનેર : મહીકા ગામનાં પાટીયા પાસેથી વ્હિસ્કીની પાંચ બોટલો સાથે એક ઝડપાયો

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૭નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મહિકા ગામનાં પાટીયા પાસેથી આરોપી ભરતભાઈ દામજીભાઈ રાઠોડ (ઉં.વ.૩૨) ને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ ક્લાસિક વ્હિસ્કીની બોટલ નંગ ૦૫ કિં.રૂ.૧૮૭૫/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી : લાતીપ્લોટ માંથી વ્હિસ્કી બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૭નાં રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન લાતીપ્લોટ શેરી નં. ૮ માંથી આરોપી મનોજભાઈ કિશોરભાઈ ખારેચા (ઉં.વ.૪૭) ને ભારતીય બનાવટની વિદેશી દારૂ મેકડોવેલ્સ નંબર-૧ સુપીરીયર વ્હિસ્કીની બોટલ નંગ ૦૧ કિં.રૂ.૩૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!