Monday, May 6, 2024
HomeGujaratમોરબીમાં અલગ અલગ બે સ્થળેથી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

મોરબીમાં અલગ અલગ બે સ્થળેથી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી એ ડીવીઝન પોલીસે ગઈકાલે તા. ૯ના રોજ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટી પાછળથી રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ. ૨૬)ની આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂ વ્હીસ્કીની શીલબંધ ૩ બોટલો (કિ.રૂ.૯૦૦/-) સાથે ઝડપી પાડી વિદેશદારૂની બોટલો જપ્ત કરી આરોપી રૂષીરાજસિંહ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસે બેલા ગામમાં ખોખરા હનુમાન રોડ પર પાવરહાઉસ સામેથી ચીરાગભાઈ પ્રભુભાઇ કાવર (ઉ.વ.૩૦)ને ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કીની ૨ બોટલો (કિં.રૂ.૭૫૦/-) સાથે ઝડપી પાડી વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!