Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીમાં આવારા તત્વો બેફામ : વીસીપરામાં જાહેરમાં છરી લઈ ફરતો ઈસમ ઝડપાયો

મોરબીમાં આવારા તત્વો બેફામ : વીસીપરામાં જાહેરમાં છરી લઈ ફરતો ઈસમ ઝડપાયો

ગુજરાતમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ખોફ જ ન હોય એવી રીતે ઘાતકી હથિયારો લઇને ફરતા હોય છે. ત્યારે તાજેતરમાં મોરબીનાં વીસીપરા ધોળેશ્વર રોડ પાસે છરી સાથે એક ઈસમ ઝડપાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે વીસીપરા ધોળેશ્વર રોડ સાથે ખડીયાપરા રોડ ઉપર એક શંકાસ્પદ શખ્સ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા પોલીસને તાણી પાસેથી શારીરિક ઇજા કરી શકાય તેવી છરી આવી હતી. જેને લઇ પોલીસે આરોપી શખ્સ સંજય ઉર્ફે ગોમત અવચરભાઇ જંજવાડીયાની અટકાયત કરી હતી અને તેના વિરુદ્ધ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!