મોરબી જિલ્લામાં આગામી તા.1 ડિસેમ્બરનાં રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ અનુસંધાને ઓબ્ઝર્વરોની નિયુકિત કરી છે. ચૂંટણીપંચે વિધાનસભા બેઠકોનાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે કે. ઇજીલેરાસને ચૂંટણી પંચે નિયુકત કર્યા છે.
મળતી માહિતી અનુસાર, આગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાને મોરબી જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે ઉત્તરપ્રદેશના IPS કે. ઇજીલેરાસનેની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે આજરોજ કે. ઇજીલેરાસનેએ મોરબી જિલ્લાની અલગ અલગ ચેકપોસ્ટની તેમજ ક્રિટીકલ બુથ બિલ્ડિંગોની મુલાકાત લીધી હતી. અને આ મુલાકાત દરમિયાન ગુજરાતના લોકોની રહેણીકરણી તેમજ ગુજરાતીઓના સ્વભાવની ખુબ પ્રશંસા કરી હતી. તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન મુજબ મોરબી પોલીસ દ્વારા ચુંટણી લક્ષી કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી મોરબી પોલીસની કામગીરીની પ્રશંસા કરી પોલીસને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું…