Saturday, April 27, 2024
HomeGujaratMorbiમોરબી લાલપર ગામમાં મીલના ગોડાઉનમાં પેપરના બંડલ પડતાં આધેડનું મોત

મોરબી લાલપર ગામમાં મીલના ગોડાઉનમાં પેપરના બંડલ પડતાં આધેડનું મોત

મોરબી તાલુકાના લાલપર ગામમાં પેપર મીલના ગોડાઉનમાં પેપરના બંડલ પરથી પડતા આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. 22ના રોજ સવારના 7-30 વાગ્યાની આજુબાજુ લાલપર ગામમાં આવેલ મીલેનીયમ પેપર મીલમાં રહેતા અનિલકુમાર નારાયણભાઇ શાહ (ઉ.વ. 48) મીલના ગોડાઉનમાં કામ કરતા હતા. તે વખતે પેપરના બંડલ ઉપરથી પડી જતા ઘાયલ થયા હતા. અને તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!