પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર તાલુકાના સતાપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડી સતાપર ગામમાં મંદિર તરફ જવાના રોડ પર આવેલ કાળુભાઇ હરજીભાઇના મકાન નજીક જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વડે જુગાર રમતા ગોરધનભાઇ ઉર્ફે રમેશભાઇ કરશનભાઇ ધોરીયા, અબ્દુલભાઇ અલીભાઇ બાવસ, યોગેશભાઇ ધીરૂભાઇ મકવાણા, રવજીભાઇ કાનાભાઇ સાપરા તથા જીતેન્દ્રભાઇ વીનુભાઇ બાવળીયાને રોકડ રૂ. ૧૫,૨૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.