પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર તાલુકામાં માટેલ રોડ પર અમરધામ પાસે જાહેરમાં જુદા જુદા દરની ચલણી નોટોનાં નંબર ઉપર એકી-બેકીનો નસીબ આધારીત જુગાર રમતાં સુરેશભાઇ સાદુરભાઇ વીંજવાડીયા અને સુખદેવભાઇ માલાભાઇ ડાભીને ઝડપી પાડી આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૬૭૦/- કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.