ગુજરાતમાં હૃદયરોગથી થતા મોતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. મોરબીમાં ક્રિકેટ રમી પરત ફરતા યુવકને અચાનક છાતિમાં દુખાવો ઉપડતાં તેમનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અંનુસાર, રાજાવડ ગામ ખાતે રહેતા રમેશભાઈ જેસંગભાઈ બાલાસરા નામના ૩૮ વર્ષીય યુવાન ગત રાત્રીના મોરબીના નાગડાવાસ ગામે ક્રિકેટ રમવા ગયા હતા અને ક્રિકેટ રમી પરત ફરતી વેળાએ ટંકારાના વીરપર નજીક યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેકને પગલે યુવાનનું મોત થયું હતું. ત્યારે જુવાન દીકરાના મોતથી પરિવાર પર દુઃખનો આભ ફાટ્યો છે.