Wednesday, June 3, 2026
HomeGujaratવાંકાનેરના મકતાનપર ગામે ઢોરના વાડામાંથી વિદેશી દારૂના ૧૧૦ નંગ ચપલા ઝડપાયા

વાંકાનેરના મકતાનપર ગામે ઢોરના વાડામાંથી વિદેશી દારૂના ૧૧૦ નંગ ચપલા ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે મકતાનપર ગામે દરોડો પાડી ઢોર બાંધવાના વાડામાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂના ૧૧૦ નંગ ચપલા કબજે કર્યા હતા. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને પકડી લેવા વાંકાનેર તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે મકતાનપર ગામનો વિજયભાઈ મશરૂભાઈ ઉર્ફે મહેશભાઈ ગમારા પોતાના માલઢોર બાંધવાના વાડામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હતો. જેના આધારે પોલીસે મકતાનપરથી વરડુસર જવાના કાચા રસ્તા પાસે આવેલા વાડામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વાડામાં નીરણના પૂળા નીચે છુપાવેલા અલગ-અલગ બ્રાન્ડના ૧૮૦ એમએલના કુલ ૧૧૦ ચપલા કિ.રૂ. ૨૨ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!