Friday, April 26, 2024
HomeGujaratમાળિયા (મિં)ના તરઘડી ગામે મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા

માળિયા (મિં)ના તરઘડી ગામે મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા

માળિયા (મિં) ના તરઘડી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીને માળિયા (મિં) પોલીસ ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

માળીયા પોલીસ પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ ચાવડા તથા પો.કોન્સ સંજયભાઇ રાઠોડને મળેલ બાતમી આધારે તરઘડી ગામમા રહેતા નરેન્દ્રભાઇ કરશનભાઇ ફુલતરીયાના રહેણાંક મકાનમા નાલ ઉધરાવી ચાલતા તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે રેડ પાડી હતી.

રેડ દરમ્યાન જુગાર રમતા નરેન્દ્રભાઇ કરશનભાઇ ફુલતરીયા, સુરેશભાઇ ગાંડુભાઇ કડીવાર, જયેન્દ્રભાઇ કાનજીભાઇ છત્રોલા, જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ, નરભેરામભાઇ થોભણભાઇ પનારા, મનસુખભાઇ રતીલાલભાઇ સનારીયાને રોકડ રૂ ૧,૦૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!