Tuesday, June 2, 2026
HomeGujaratહરિપર નજીક ડિવાઈડર કૂદી આવેલી કારે અર્ટિગા કારને ઠોકરે ચડાવતા ૮ લોકો...

હરિપર નજીક ડિવાઈડર કૂદી આવેલી કારે અર્ટિગા કારને ઠોકરે ચડાવતા ૮ લોકો ઘાયલ

મોરબી-કચ્છ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો, અર્ટિગા સવાર મહિલાને માથા, કરોડરજ્જુ અને ફેફસાંમાં ગંભીર ઇજા.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના હરિપર ગામ નજીક એક કાર ડિવાઈડર કૂદી સામેની સાઇડમાં પસાર થતી અર્ટિગા કાર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અર્ટિગા ચાલક સહિત એક જ પરિવારના ૮ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં અર્ટિગા સવાર તમામ લોકોને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી.

મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર હરિપર ગામ પાટીયા નજીક દેવ સોલ્ટ પાસે ગત તા. ૩૧ મેના રોજ સાંજના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી ભુજ તરફ જઈ રહેલી અર્ટિગા કારને સામેની સાઇડથી ડિવાઈડર કૂદી આવેલી એક કારે ઠોકર મારતા, અર્ટિગા કાર ચાલક સહિત એક જ પરિવારના ૮ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે બનાવ અંગે અર્ટિગા કાર ચાલક નયનભાઈ નાનાલાલ ઠક્કર રહે.કોળકી રોડ પ્રભુનગર ભુજ કચ્છ વાળા પોતાની અર્ટિગા કાર નંબર જીજે-૧૨-સીટી-૯૪૩૨ લઈને રાજકોટથી ભુજ જઈ રહ્યા હતા. તેમની સાથે કચ્છનો જ અન્ય પરિવાર પણ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન માળીયા(મી)ના હરિપર ગામ નજીક સામેની સાઈડથી આવી રહેલી કાર નંબર જીજે-૧૨-એફબી-૯૬૬૬ અચાનક ડિવાઈડર કૂદી તેમની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માતમાં ફરિયાદી નયનભાઈ ઠકકરને માથા અને આંખ પાસે ટાંકા આવ્યા હતા તેમજ હાથ અને પાસળીમાં ફ્રેકચર થયું હતું. ઉપરાંત ભાવેશભાઈ હરેશભાઈ ઠક્કરને માથાના ભાગે, હેતલબેન ભાવેશભાઈ ઠક્કરને માથામાં ગંભીર ઈજા, કરોડરજ્જુમાં ફ્રેકચર તથા ફેફસાંમાં ઈજા પહોંચી હતી. આ ઉપરાંત પ્રાંચીબેન, વૈશાલીબેન, સોનાક્ષીબેન, પંચીબેન તથા નિશીતાબેનને નાના-મોટી ઈજા પહોંચી હતી. હાલ માળીયા(મી) પોલીસે આરોપી કાર નંબર જીજે-૧૨-એફબી-૯૬૬૬ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!