Tuesday, June 2, 2026
HomeGujaratકાજરડા ગામે ભત્રીજાની અરજીનો ખાર રાખી કાકા ઉપર લોખંડના પાઇપથી હુમલો

કાજરડા ગામે ભત્રીજાની અરજીનો ખાર રાખી કાકા ઉપર લોખંડના પાઇપથી હુમલો

માળીયા(મી) તાલુકાના કાજરડા ગામે ભત્રીજાએ કરેલી અરજીનો ખાર રાખી ત્રણ શખ્સોએ કાકા ઉપર હુમલો કર્યો હતો. લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારતા ફરિયાદીને પગમાં ફ્રેક્ચર સહિત માથા અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)ના કાજરડા ગામે રહેતા અયુબભાઈ ઉમરભાઈ કાજેડીયા ઉવ.૩૫ એ આરોપી અસગર રમજાનભાઈ મોવર, આર્યન તથા આબીદ રમજાનભાઈ મોવર બધા રહે. કાજરડા તા.માળીયા(મી) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૨૭ મેના રોજ ફરિયાદી અયુબભાઈ પોતાની છકડા રિક્ષામાં લાકડા ભરવા જઈ રહ્યા હતા ત્યારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ તેમને અટકાવી કહ્યું કે, ‘તારા ભત્રીજા સાવદીને અમારી વિરુદ્ધ અરજી કેમ કરી’ તેમ કહી બોલાચાલી કરી હતી. બાદમાં ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં અયુબભાઈના ડાબા પગમાં ફ્રેક્ચર તેમજ માથા અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ તેમને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બનાવ અંગે માળીયા(મી) પોલીસે આરોપીઓ સામે બીએનએસ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!