Saturday, October 31, 2026
HomeGujaratમાળીયા નજીક ટ્રકની ટક્કરથી રિક્ષામાં સવાર ૯ વર્ષના બાળકનું મોત

માળીયા નજીક ટ્રકની ટક્કરથી રિક્ષામાં સવાર ૯ વર્ષના બાળકનું મોત

વર્ષામેડી ફાટક પાસે ઓવરટેક કરવા જતાં ટ્રકે રિક્ષાને પાછળથી ટક્કર મારી: પિતાની નજર સામે પુત્રનું કરુણ મોત, પિતા અને ભત્રીજાને સામાન્ય ઈજા.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)ના વર્ષામેડી ફાટક નજીક ટ્રકની ટક્કરથી રિક્ષા પલટી જતાં તેમાં સવાર ૯ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાળકના પિતા અને ભત્રીજાને સામાન્ય ઈજાઓ થઈ હતી.

મળતી માહિતી અનુસાર, મૂળ નવલખી તા.માળીયા(મી)ના વતની હાલ મોરબી રણછોડનગરમાં રહેતા ફરિયાદી ગફુરભાઈ સતારભાઈ જામ ઉવ.૪૬) પોતાના પુત્ર ડાડુ ઉર્ફે બિલાલ ઉવ.૯ અને ભત્રીજા ઈમરાન હુસેનભાઈ જામ ઉવ.૮ સાથે ગત તા.૨૯/૧૦ના રોજ રિક્ષામાં નવલખીથી મોરબી જઈ રહ્યા હતા. દરમિયાન બપોરે આશરે અઢી વાગ્યે નવલખી હાઈવે પર એચ.પી. પેટ્રોલપંપ નજીક વર્ષામેડી ફાટક પાસે ટ્રક નં. જીજે-૩૬-વી-૯૫૧૧ના ચાલકે ઓવરટેક કરતી વખતે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા પલટી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બિલાલને મોરબી સરકારી હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પિતા ગફુરભાઈ અને ભત્રીજાને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માતના આ બનાવ અંગે રિક્ષા ચાલકની ફરિયાદને આધારે આરોપી ટ્રકચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી માળીયા(મી) પોલીસે આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!