પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના લુણસર ગામે રહેતા રામજીભાઈ સવસીભાઇ કટુડીયા(ઉં.વ.૪૫)એ આરોપીઓ હિતેશભાઈ શંકરભાઈ વસીયાણી અને રમેશભાઈ શંકરભાઈ વસીયાણી રહે બંને લુણસર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રામજીભાઈને આરોપીઓ સાથે જમીનની લેતીદેતી મામલે ઝઘડો અને મનદુઃખ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી રામજીભાઈને લોખંડ પાઈપ વડે આડેધડ માર મારી તેમજ ફરિયાદીના દીકરા ચેતન અને મોટા દીકરાની પત્ની ભાવનાબેનને લોખંડ પાઈપ વડે માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.