Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેરના રાતાવીરડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ: દારૂ, આથો સહિત છ હજારનો...

વાંકાનેરના રાતાવીરડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ: દારૂ, આથો સહિત છ હજારનો મુદામાલ કબ્જે કરાયો

વાંકાનેર તાલુકાના વીરપર- રાતાવીરડા રોડ પર આવેલ દેવકી નંદન કારખાના પાછળના ખરાબાની જગ્યામા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીમાં વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી દારૂ, આથો, દારૂ બનાવવા સાધનો સહિત છ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના વિરપર ગામે રહતા અને કડીયાકામ સાથે સંકળાયેલા માવજીભાઇ સામતભાઇ ડાંગરોચા દ્વારા ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાની પોલીસને જાણ થતાં પોલીસે રેઇડ કરી હતી આ રેઇડ દરમીયન ૨૦ લીટર ગરમ દેશી દારૂ કિ.રૂ.૪૦૦ તથા ૮૦ લીટર ઠંડો દારૂ કિ.રૂ.૧૬૦૦ તથા ૧૦૦ લીટર ગરમ આથો અને ૬૦૦ લીટર ઠંડા આથાનો જથ્થો અને દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂ.૬,૦૬૦ના મુદામાલ સાથે આરોપી માવજીને પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!