હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જોકે બે આરોપીને ઝડપી લેવાયા હતા જયારે બાકીના સાત ઈસમો નાસી ગયા હતા
હળવદના ટીકર ગામની સીમમાં પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા કિશોર બચુભાઈ પરમાર અને જીતેન્દ્ર નારાયણ પરમાર રહે બંને ટીકર વાળાને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ ૧૫૦૦ જપ્ત કરી છે જયારે રેડ દરમીયાન આરોપી શાર્દુલ રાઘુભાઈ કોળી, મનજી ગાંડુભાઈ પરમાર, વિજય નારાયણ પરમાર, વાસુ માનસિંગ કોળી, અનીલ ઉર્ફે કપૂરી હરજીવન દલવાડી, દિનેશ હેમુભાઈ કોળી અને દલસુખ નાથાભાઈ કોળી એમ સાત ઈસમો નાસી ગયા હતા જેની સામે ગુન્હો નોંધીપોલીસ તપાસ હાથ ધરી છે.