Tuesday, April 30, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના સતાપર ગામેં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: આરોપી...

વાંકાનેર તાલુકાના સતાપર ગામેં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: આરોપી નાશી ગયો

વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર તાલુકા પોલીસે રેઇડ કરી વિસ લીટર દેશી દારૂ અને દારૂનો આથો ઝડપી પડ્યો હતો. આ રેઇડ દરમિયાન આરોપી ફરાર થઈ જતા પોલીસે તપાસ આગળ ધપાવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના સતાપર ગામની સીમમાં આવેલ સોપારી ધાર તરીકે ઓળખાતી સીમમાં આવેલ રવજીભાઇ પોપટભાઇ સાપરા (રહે.ગુંદાખડા તા.વાંકાનેર)ની વાડી પાસે આવેલ વોકળામાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી જેમાં ગરમ દેસી દારૂ લી.ર૦ કિ.રૂ.૪૦૦ તથા ગરમ આથો લી.પ૦ કિ.રૂ.૧૦૦ અને ઠંડો આથો લીટર-૪૦૦કિ.રૂ-૮૦૦ તેમજ ભઠ્ઠી ગાળવાના સાધનો સહિત કિ.રૂ.૧૬૬૦ મળી કુલ રૂ.ર૯૬૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.આઆ રેઇડ દરમીયાન આરોપી રવજીભાઇ ફરાર થઈ જતા પોલીસે પ્રોહી.એક્ટ કલમ-૬૫(એ)(એ) મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!