મોરબીના અધિકારી, કર્મચારીઓએ કેદારકંઠ પર તિરંગો લહેરાવી મા ભારતીભોમનો જય જયકાર કર્યો હતો.
મોરબી જિલ્લામાં રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા પરેશભાઈ ગંભીર અને સંજયભાઈ બારીયા નામના બે નાયબ મામલતદાર ઉપરાંત રેવન્યુ તલાટી તરીકે ફરજ અદા કરતા કૌશિકભાઈ ગામી તેમજ રાજેશભાઈ ડાંગર નામના ક્લાર્કએ તાજેતરમાં કેદારકંઠમાં માઇનસ સત્તર ડિગ્રીમાં બરફવર્ષા વચ્ચે ટ્રેકિંગ કરી અને ૧૨,૫૦૦ ફૂટની ઉંચાઈ સર કર્યા બાદ ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.આ તકે અધિકારીઓએ ભારત માતાનો જયજયકાર કરી ગર્વની લાગણી અનુભવી હતી.