રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે કે ૨૫મી જાન્યુઆરીની ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગમા ડિજીટલી ઉજવવામાં આવ્યો જે અન્વયે અધિકારીઓ દ્વારા પ્રાંસગિક ઉદ્બોધન કરવામાં આવ્યા હતા તથા મતદાર નોંધણી અને મતદાર જાગૃતિની પ્રક્રિયા સાથે જોડાયેલા વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ જેમ કે મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, નાયબ મામલતદાર, બી.એલ.ઓ.ઓ, કેમ્પસ એમ્બેસેડર્સ તથા ઇલેક્ટોરલ લિટરસી ક્લબ અને વોટર અવેરનેસ ફોરમના સભ્યો પણ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન બુથ કક્ષાએ વિદ્યાર્થીઓને લોકતાંત્રિક પરંપરાઓ અંગે જાગૃત કરાવ્યા હતા અને રાષ્ટ્રીય મતદાતા દિવસની પ્રતિજ્ઞા પણ લેવામા આવી હતી.