હળવદ તાલુકાના શિવપુર નાના એવા ગામના વતની હસમુખભાઈ મનસુખભાઇ સદાતીયાએ વર્ષ ૨૦૦૩ સપ્ટેમ્બરમાં ભારતીય સેનામાં ફરજ સ્વીકારી હતી. એક વર્ષ નાસિક ખાતે ટ્રેનિંગ લીધા બાદ ૫ વર્ષ જમ્મુ-કાશ્મીર, ૮ વર્ષ જાલંધર અને 3 વર્ષ હૈદરાબાદ ખાતે ફરજરત રહ્યા બાદ હાલ ઓક્ટોબર ૨૦૨૦માં કુલ ૧૭ વર્ષની નોકરીગાળો પૂરો કરી નિવૃત થયા હતા. ૧૭ વર્ષ સુધી ભારતીય સેનામાં રહી વિવિધ મોરચે દેશસેવા કર્યા બાદ તેઓ નિવૃત થતા પોતાના માદરે વતન પરત ફર્યા હતા. જ્યાં તેઓનું સમસ્ત ગામ લોકો દ્વારા ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું.