Wednesday, January 15, 2025
HomeGujaratઆગામી તારીખ ૨૯મે એ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ ઉત્સવનું...

આગામી તારીખ ૨૯મે એ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ ઉત્સવનું આયોજન કરાયું

મોરબી માં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા આગામી તારીખ ૨૯-૦૫-૨૦૨૨ ને રવિવારના રોજ પરશુરામ ધામ મોરબી ખાતે ભવ્ય સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યોજવામાં આવનાર કાર્યક્રમમાં આચાર્ય પદે શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળ વાળા) સવારે ૭:૩૦ વાગ્યે વિધિ શરૂ કરાવશે બાદમાં ગોરાણી પગ ધોવાની વિધિ ૧૧:૦૦ વાગ્યે તેમજ મહાપ્રસાદ બપોરે ૧૨:૦૦ કલાકે ત્યાર બાદ રાંદલ માઁ ના ગરબા બપોરે ૨:૩૦ કલાકે યોજાશે.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ પ્રમુખ કિરણબેન ઠાકર,ઉપપ્રમુખ દર્શનાબેન ભટ્ટ,ઉપ પ્રમુખ ચેતનાબેન જોષી, ઉપપ્રમુખ રિધ્ધિ બેન ત્રિવેદી,મહામંત્રી પારૂલબેન ત્રિવેદી,મહામંત્રી ગીતાબેન ગામોટ,ખજાનચી તૃપ્તિબેન ત્રિવેદી તથા આ કાર્યક્રમના પ્રોજેકટ ચેરમેન હીનાબેન પંડ્યા, નીલાબેન પંડિત,પ્રોજેકટ સહ ચેરમેન માનસીબેન શર્મા,ભાવનાબેન મહેતા સહિતનાઓ દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!