મોરબી જિલ્લામાં વધતા અકસ્માતોના બનાવોને લઈ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગત ૦૯ સપ્ટેમ્બરના રોજ એક કાર ચાલકે બાઈક સવાર યુવકને હડફેટે લેતા યુવકનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં જયનગર ગામ ખાતે રહેતા અરવિંદ ઉર્ફે બાબુભાઇ ભનુભાઇ સાડમીયા નામનો શખ્સ પોતે મજૂરી કામ કરતો હતો. જેથી તે ગત ૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૯ વાગ્યાનાં અરસામાં પોતાની GJ-03-J-2650 નંબરની બાઈક લઈ ટંકારા મજૂરી કામ અર્થે જતો હતો. જે સમયે એક GJ-36-F-8002 નંબરની I-20 કારનાં ચાલકે બાઈક સવાર યુવકને ઉડાડી દેતા તેનું મોત નીપજ્યું હતું. જયારે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. ત્યારે સમગ્ર મામલે મૃતકના ભાઈ રાજેશ ભનુભાઇ સાડમીયા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.ક્લમ- ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ), તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,મુજબ ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરી હતી