મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ભતરીજા સાથે પૈસા બાબતે બબાલ થતા કાકાએ ઉશ્કેરાઈ જઈ ભતરીજાને ઢીબેળી નાખ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં છત્તર ખાતે રહેતા ભરતભાઇ મોહનભાઇ સારેસ પોતાના દાદાના પૈસા તેમના કાકા દેવજીભાઇ લાલજીભાઇ સારેસા વાપરતા હોય અને નામ તેમનુ આપતા હોય જે બાબતે તેઓ પોતાના કાકાને સમજાવા ટંકારાના છત્તર ગામે ઝાપા પાસે જતા તેમના કાકાએ એકદમ ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ગાળો આપી ભરતભાઇને લાકડાના ધોકા વડે ડાબા હાથની કોણીના ભાગે મારતા ફેક્ચર જેવી ઇજા કરી હતી. ત્યારે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.