Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી : પંચાસર રોડ ઉપર કડીયાકામની મજુરીના પૈસા માંગતા મજૂરને માર માર્યો,...

મોરબી : પંચાસર રોડ ઉપર કડીયાકામની મજુરીના પૈસા માંગતા મજૂરને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હરજીવનભાઇ વશરામભાઇ સરડવા (ઉ.વ. ૫૫ ધંધો કડીયાકામ તથા ખેતીકામ રહે. મોરબી ૧ વાવડીગામ ભક્તીનગર સોસાયટી-૨, મોરબી) એ આરોપી દિનેશભાઇ પ્રેમજીભાઇ કલોલા (રહે. મોટા ભેલા તા.માળીયા (મિ), જી.મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૬ ના રોજ સવારના સમયે મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગરની બાજુમાં આવેલ નાની કેનાલ પાસે ફરીયાદીએ આરોપી પાસે કડીયાકામની મજુરીના પૈસા માંગતા આરોપીએ પૈસા આપવાની ના પાડી ગાળો આપી લાકડી વતી માર મારી ફરીયાદીના માથા તથા ડાબા હાથની આંગળીમાં ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!