પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના વીદરકા ગામની સીમામા સોખડા જવાના રસ્તે પોતાના ઝુપડાની પાછળ બાવળના ઝુડમા રફીક હાજીભાઇ મોવર નામનો શખ્સ દેશીદારૂનો ધંધો કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ઘટના સ્થળેથી ૨૦૦ લીટરની ક્ષમતા વાળા એવાં લોખંડના ૦૪ બેરલ ભરી દેશીદારૂ બનાવવાનો આથો પકડી પાડ્યો હતો જ્યારે દરોડા દરમિયાન આરોપી રફીક હાજીભાઇ મોવર હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.