હળવદ પોલીસે રૂ. ૧ લાખનો કોપર કેબલ વાયર કબ્જે કર્યો.
હળવદ તાલુકાના ચરાડવા-કડીયાણા ગામની સીમમાં થયેલી કેબલ ચોરીના ગુનામાં હળવદ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે આરોપી પાસેથી આશરે ૧૬૦૦ ફૂટ કોપર કેબલ વાયર કબ્જે કરવામાં આવ્યો છે.
હળવદ તાલુકાના ચરાડવા-કડીયાણા ગામની સીમમાં આવેલ વાડીમાંથી કોપર કેબલ ચોરીનો ભેદ હળવદ પોલીસે ઉકેલી એક આરોપીની અટકાયત કરી છે. અગાઉ આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી લાલજીભાઈ અણદાભાઈ સવસાણી રહે. મારૂતિ નગર વિધુત નગર પાસે રવાપર રોડ મોરબી વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ચરાડવા-કડીયાણા સીમમાં આવેલ વાડીના રૂમમાંથી આશરે ૧૬૦૦ ફૂટ કોપર કેબલ વાયર, જેની કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/- તે કોઈ અજાણ્યા ચોરો ચોરી કરી ગયા હતા.
ચોરીના આ બનાવ બાદ હકવડ પોલીસ મથક પીઆઇ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી કેશુ ઉકાભાઈ રાઠોડ રહે. ગામ સુસવાવ તા. હળવદ વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરીમાં ગયેલો સમગ્ર કોપર કેબલ વાયર કબ્જે કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





